VIDEO/ ક્રૂડ ઓઈલમાં ભડકો: ઈરાન પર અમેરિકી કાર્યવાહીની આશંકાએ કિંમત $126ને પાર
ઈરાન ઉપર ફરી અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહી થવાની આશંકાએ ક્રૂડની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો.. એક તબક્કે ક્રૂડની કિંમત 125 ડોલરને પાર પહોંચી ગઈ હતી.. નવા આંકડાઓ પ્રમાણે બ્રેન્ટ ક્રૂડની કિંમત આશરે 126.31 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળી છે.. જે માર્ચ 2022 બાદ સૌથી સર્વોચ્ચ સ્તર છે.. હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 125 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે.. ત્યારે સિંગાપોરમાં સ્પાર્ટા કોમોડિટીઝના સિનિયર ઓઈલ માર્કેટ એનાલિસ્ટ જૂન ગોહે બ્રેન્ટ જણાવ્યું કે 30 એપ્રિલના રોજ જૂન કોન્ટ્રાક્ટની સમાપ્તિ નજીક આવતા બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના સ્ટોકમાં થયેલો ઘટાડો એ વાતની સાબિતી છે કે હોર્મુઝની ખાડીના તણાવની વાસ્તવિક અસર બજાર પર પડી રહી છે, જેને હવે નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ગોહના મતે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડીની નાકાબંધી અપેક્ષા કરતા વધુ લાંબો સમય ચાલુ રાખવાના સમાચારને કારણે તેલના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

