VIDEO: ઉત્તરાખંડ મતદાર યાદી સુધારણા: ચૂંટણી પંચે દાવાઓ અને વાંધાઓના નિકાલની મુદત ૧૭ દિવસ લંબાવાઈ
સોર્સ : gstv
ચૂંટણી પંચે ઉત્તરાખંડમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત દાવાઓ અને વાંધાઓના નિકાલ માટેની અંતિમ તારીખ ૧૭ દિવસ વધારી છે…. આ ફેરફાર બાદ હવે અંતિમ મતદાર યાદી ૧૫ સપ્ટેમ્બરના બદલે આગામી ૩ ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે….સત્તાવાર માહિતી મુજબ, ડ્રાફ્ટ યાદી સામે વાંધા અને નામો કમી કરવા માટે 1 લાખ 30 હજારથી વધુ ફોર્મ-૭ અરજીઓ મળી હતી. અગાઉ આ પ્રક્રિયા ૯ સપ્ટેમ્બરે પૂર્ણ થવાની હતી, જેને લંબાવીને હવે ૨૮ સપ્ટેમ્બર કરવામાં આવી છે. તહેવારો અને વ્યાપક અરજીઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને પૂરતો સમય મળે તે હેતુથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

