VIDEO: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને હનુમાનગઢી અને ભવ્ય રામ મંદિરમાં કર્યા વિશેષ પૂજન અને દર્શન
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પવિત્ર નગરી અયોધ્યાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સૌથી પહેલા પ્રખ્યાત હનુમાનગઢી મંદિરે પહોંચીને બજરંગબલીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધીન અને ભવ્ય રામ મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજા-અર્ચના સંપન્ન કરી હતી. રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે મુખ્યમંત્રીએ આ ધાર્મિક અનુષ્ઠાન પૂરું કર્યું હતું. તેમના આ પ્રવાસ અને દર્શનને લઈને અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ રામ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

