VIDEO: ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ખોટો : રાહુલ ગાંધી
સોર્સ : gstv
ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં ગડબડીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોમવારે આંદોલનના 17મા દિવસે રાંચીના રસ્તાઓ પર હજારો ઉમેદવારો વિધાનસભા ઘેરાવ માટે ઉતર્યા હતા. વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખીને ઝારખંડ સરકારને વિદ્યાર્થીઓની વાત સાંભળવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ખોટો છે. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અને પોતાની વાત રાખવાનો સંપૂર્ણ અધિકાર છે. દરેક સમસ્યાનો ઉકેલ માત્ર વાટાઘાટો અને મંત્રણા દ્વારા જ નીકળી શકે છે.

