VIDEO: ઝારખંડમાં પેપરલીક મુદ્દે વિદ્યાર્થીઓ-સરકાર વચ્ચે વાતચીત
સોર્સ : gstv
JPSC-JSSC પરીક્ષામાં ચાલતા વિદ્યાર્થીઓના ધરણાં વચ્ચે વિદ્યાર્થીઓનું 10 સભ્યોનું પ્રતિનિધી મંડળ વાતચીત માટે સરકાર પાસે પહોંચ્યું હતુ. પરીક્ષામાં કથિત અનિયમિતતાઓને લઈને શહેરના જયપાલ સિંહ મુંડા સ્ડેયિમમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સ્થળ પર વિપક્ષ ભાજપના ઘણા નેતાઓ પણ વિદ્યાર્થીઓની મુલાકાત લઈ ચૂક્યાં છે. નીટ પેપરલીકમાં કેન્દ્ર સરકાર ઘેરાયા બાદ ઝારખંડની કોંગ્રેસ સમર્થિત હેંમત સોરેન સરકાર પણ જવાબદેહીના મામલે ઘેરાઈ રહી છે. સરકાર અને વિદ્યાર્થીઓને અપેક્ષા છે કે, આ વાતચીતથી તેમના મુદ્દાઓનો કોઈ રસ્તો નિકળશે.JPSC-JSSC

