VIDEO: યુપીએસસી મુખ્ય પરીક્ષા ૨૦૨૬ શરૂ
સોર્સ : gstv
દિલ્હી સહિત દેશભરમાં UPSC દ્વારા આયોજિત સિવિલ સેવા મુખ્ય પરીક્ષા ૨૦૨૬નો પ્રારંભ થયો હતો . પરીક્ષાના પ્રથમ દિવસે દિલ્હીના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો વહેલી સવારે ઉત્સાહ અને ગંભીરતા સાથે પહોંચ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાયોમેટ્રિક ચેકિંગ અને એડમિટ કાર્ડની ચકાસણી બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ષોની સખત મહેનત બાદ દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ભવિષ્યના સપનાઓ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે નિબંધનું પેપર યોજાયું હતું. વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી

