UPSC CSE Result 2023: આદિત્ય શ્રી વાસ્તવ બન્યા ટોપર, યુપીએસસી સિવિલ સેવાનું ફાઈનલ રિઝલ્ટ થયું જાહેરઃ જુઓ આખું લિસ્ટ

યુપીએસસી 2023નું ફાઈનલ રિઝલ્ટ આજે જાહેર થયું છે. ઉમેદવારો પોતાનું પરિણામ યુપીએસસીની અધિકારીક વેબસાઈટ upsc.gov.in પર ચેક કરી શકે છે. પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. અનિમેષ પ્રધાન બીજા નંબરે રહ્યા છે. જણાવી દઈએ કે આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ સહિત 1143 જગ્યાઓ માટે 1016 ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાંથી 347 જનરલ કેટેગરી છે. 115 ઈડબલ્યુએસ, 303 ઓબીસી, 165 એસસી, 86 એસટી કેટેગરી છે. 355 ઉમેદવારોના પરિણામ પ્રોવિઝનલ રખાયા છે.
જણાવી દઈએ કે પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાત લગભગ 15 દિવસ બાદ કરવામાં આવશે. 9 એપ્રિલ 2024 સુધી યુપીએસસી સિવિલ પરીક્ષાના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. મુખ્ય પરીક્ષામાં પાસ થનારા લગભગ 2846 ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.
યુપીએસસીએ સિવિલ સેવા પરીક્ષા 2023 હેઠળ આઈએએસ, આઈપીએસ સહિત 1143 પદ ઉપર ભર્તી નીકાળી હતી. જેમાં આઈએએસના 180, આઈપીએસ માટે 200 અને આઈએફએસના 37 પદ હતા.

