મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સર તન સે જુદા' કોંગ્રેસની વિચારધારા, માથા વગરના પોસ્ટર પર હોબાળો; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વધી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસે પીએમ મો

'સર તન સે જુદા' કોંગ્રેસની વિચારધારા, માથા વગરના પોસ્ટર પર હોબાળો; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વધી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસે પીએમ મોદી પાસે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. આ દરમિયાન કોંગ્રેસે પીએમ મોદી પર હુમલો કરતા 'ગાયબ' પોસ્ટર બહાર પાડ્યું. ભાજપે આ પોસ્ટર બાદ કોંગ્રેસ પર પાકિસ્તાનના ઈશારે ચાલવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના 'ગાયબ' પોસ્ટર અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું, "આ અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે કે કોંગ્રેસ એક ભારતીય રાજકીય પાર્ટી હોવા છતાં સતત તેના બે ચહેરા બતાવ્યા છે. લશ્કર-એ-પાકિસ્તાન કોંગ્રેસમાં ફેરવાઈ જાય છે."

કોંગ્રેસે પાકિસ્તાનને સંદેશ આપ્યો

કોંગ્રેસના વિવાદાસ્પદ પોસ્ટર અંગે ભાજપના નેતાએ કહ્યું, "કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદીનો માથા વિનાનો ફોટો ટ્વીટ કર્યો છે, તે પણ એવા સમયે જ્યારે પીએમએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. 'સર તન સે જુદા' કોંગ્રેસની વિચારધારા રહી છે. વડાપ્રધાનની આવી તસવીર જાહેર કરીને કોંગ્રેસે પાકિસ્તાનને સંદેશ આપ્યો છે." 
ભાજપ નેતાએ પાકિસ્તાન અને કોંગ્રેસની પોસ્ટ મુદ્દે કહ્યું કે, તે લોકો કહે છે કે તેઓ ભારત સરકારનું સમર્થન કરે છે અને બીજી તરફ આવા ફોટાઓ જારી કરે છે... પાકિસ્તાનીઓને કોંગ્રેસનું આ ટ્વિટ ખૂબજ પસંદ આવી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ આ ટ્વિટ પર કેમ બોલતા નથી. 

કોંગ્રેસના આ પોસ્ટર અંગે ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનથી આદેશ મેળવી રહી છે. કોંગ્રેસના આ ટ્વિટને પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ રીટ્વિટ કર્યું. આજે દેશ સામે સ્પષ્ટ થઈ ગયું કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ડીપ સ્ટેટ વચ્ચે જુગલબંધી ચાલી રહી છે. પીએમ મોદીના નેતૃત્ત્વમાં ભારત પાકિસ્તાનના આતંકીઓને સખ્તાઈથી જવાબ આપશે. 

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને કહ્યું કે, તેમણે પહેલા સ્પષ્ટ કરવું જોઈએ કે, પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસ પાર્ટીનો સામૂહિક સંકલ્પ શું છે. એકતરફ સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ પાર્ટી કહે છે કે અમે સરકારની સાથે છીએ, સખતમાં સખત કાર્યવાહી કરો. અને બીજી તરફ તેમના નેતા સિદ્ધારમૈયાહ કહે છે કે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થવી જોઈએ.  શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ પાર્ટી 'પીપીપી- પાકિસ્તાન પ્રસ્થ પાર્ટી' બની ગઈ છે. બંનેની સ્ક્રિપ્ટ એક જેવી છે. ઉપરાંત તેમનું કામ અને સંસ્કૃતિ પણ એક જેવા જ થઈ ગયા છે. કોંગ્રેસે 26/11માં, પુલવામામાં પાકિસ્તાનીઓને  ક્લિન ચીટ આપી હતી અને હવે પહેલગામમાં પણ ક્લિન ચીટ આપી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો