VIDEO: UP/ વારાણસીમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, કાર્યવાહી દરમિયાન સ્થનિકોમાં રોષ
સોર્સ : GSTV
ના વારાણસીમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગોને પહોળા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે દાલ મંડી વિસ્તારમાં મોટી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમે રસ્તામાં અવરોધરૂપ ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કર્યા હતા. અનેક દુકાનો અને મકાનોના આગળના ભાગોને તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં થોડો રોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારના મુખ્ય રસ્તાઓને પહોળા કરવા જરૂરી હતા. આ ડિમોલિશન બાદ દાલ મંડી જેવા વ્યસ્ત વિસ્તારમાં અવરજવર સરળ બનશે અને ટ્રાફિક જામની જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે.

