VIDEO : વારાણસીમાં સીએમ યોગીએ કાશી વિશ્વનાથના ચરણે ઝુકાવ્યું શીશ, કોરીડોરની કરી સમીક્ષા
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસીય વારાણસીના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિધિવત પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ બાબા વિશ્વનાથનો જળાભિષેક કરી રાજ્યની જનતાની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ તેમણે કાશી વિશ્વનાથ કોરિડોરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા તેમજ શ્રદ્ધાળુઓની સુવિધા અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે કાલ ભૈરવ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીના આગમનને પગલે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાશી પ્રત્યેની તેમની અતૂટ આસ્થાને કારણે તેઓ અવારનવાર અહીં મુલાકાત લેતા હોય છે, જે ધાર્મિક અને રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

