Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : UP Congress preparing for a major change in organisation: Aradhana Mishra set to become the new state president and Imran Masood the working president

યુપી કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફારની તૈયારી: આરાધના મિશ્રા બનશે પ્રદેશ અધ્યક્ષ? મુસ્લિમ વોટબેંક સાચવવા ઇમરાન મસૂદ મેદાનમાં!

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
યુપી કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફારની તૈયારી: આરાધના મિશ્રા બનશે પ્રદેશ અધ્યક્ષ? મુસ્લિમ વોટબેંક સાચવવા ઇમરાન મસૂદ મેદાનમાં!
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરબદલને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે હવે નવા પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષોના નામો અંગે મહત્વની વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ રામપુર ખાસના ધારાસભ્ય અને સીએલપી (CLP) નેતા આરાધના મિશ્રાને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે. જ્યારે સહારનપુરના કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની પ્રબળ સંભાવના છે. આ નામોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

App Store

અજય રાયની થઈ શકે છે બાદબાકી

રાજ્યમાં કોંગ્રેસ પોતાના સંગઠનાત્મક માળખાને નવો આકાર આપવા જઈ રહી છે. આ કવાયતના ભાગરૂપે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ અજય રાયને પદ પરથી હટાવવામાં આવી શકે છે. ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉ તેમની સાથે બેઠક યોજીને પક્ષના આ નિર્ણય અંગે તેમને જાણ કરી દીધી હતી.

મુસ્લિમ, દલિત અને ઓબીસી: સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા

સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખની સાથે ત્રણ કાર્યકારી અધ્યક્ષોની પણ નિમણૂક કરી શકે છે. પાર્ટી આ ત્રણ કાર્યકારી અધ્યક્ષો દ્વારા મુસ્લિમ, દલિત અને ઓબીસી (OBC) સમુદાયોને સાધવા માટે મજબૂત 'સોશિયલ એન્જિનિયરિંગ' ફોર્મ્યુલા લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

મુસ્લિમ મતદારો પર પકડ મજબૂત કરવાના હેતુથી સાંસદ ઇમરાન મસૂદનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત કાર્યકારી અધ્યક્ષની રેસમાં કોંગ્રેસ નેતા દેવેન્દ્ર નિષાદ, દાનિશ અલી, સુશીલ પાસી, સાંસદ તનુજ પુનિયા અને સાંસદ રાકેશ રાઠોરના નામો પણ ચર્ચામાં છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં તમામ મહત્વના સામાજિક સમીકરણોને એકસાથે સાધીને જમીની સ્તરે પક્ષને પુનર્જીવિત કરવાના પ્રયાસો તેજ કરી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News