VIDEO: ગાઝિયાબાદમાં માલગાડી પાટા પરથી ઊથલી: નવી દિલ્હી-ગાઝિયાબાદ રેલવે માર્ગ ખોરવાયો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ નજીક નવી દિલ્હી-ગાઝિયાબાદ રેલવે ટ્રેક પર એક માલગાડીના કેટલાંક ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઊતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે આ વ્યસ્ત રેલવે માર્ગ પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ હતી અને અનેક પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા અથવા તો તેને રદ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ ટીમો અને બચાવ દળ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. ટ્રેકને ખાલી કરીને પુનઃ શરૂ કરવા માટે ક્રેન અને ભારે મશીનરીની મદદથી ક્ષતિગ્રસ્ત ડબ્બાઓને હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ઉત્તર રેલવે દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

