Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Unique outcry in Amritsar against alleged illegal sale of fake milk and paneer.

VIDEO: અમૃતસરમાં નકલી દૂધ અને પનીરના કથિત ગેરકાયદેસર વેચાણના વિરોધમાં અનોખો આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંજાબના અમૃતસરમાં નકલી દૂધ અને ડેરી પ્રોડક્ટ્સના કાળા કારોબાર વિરુદ્ધ સ્થાનિક ડેરી સંચાલકો અને દૂધ વિક્રેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમૃતસરમાં નકલી દૂધ અને પનીરના કથિત ગેરકાયદેસર વેચાણના વિરોધમાં મોટી સંખ્યામાં ડેરી માલિકો ફતેહગઢ ચુડિયન બાયપાસ પર એકઠા થયા હતા અને વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ અનોખો આક્રોશ વ્યક્ત કરતા સેંકડો લીટર દૂધ રસ્તા પર વહાવી દીધું હતું. ડેરી એસોસિએશનના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે બજારમાં કેમિકલયુક્ત નકલી દૂધ અને સિંથેટિક પનીરનું વેચાણ ધમધમી રહ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને અસલી દૂધ વેચતા સ્થાનિક ખેડૂતો તેમજ વેપારીઓને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પ્રદર્શનને પગલે બાયપાસ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ કરી રહેલા વેપારીઓએ ફૂડ સેફ્ટી વિભાગ અને પંજાબ સરકાર સમક્ષ માંગ કરી છે કે આવા મિલાવટખોરો વિરુદ્ધ તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીઓ સીલ કરવામાં આવે.

App Store
ટોપિક્સ:gstvgstv newsmilkamritsarpunjab