VIDEO: કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન: નવા કાયદાઓના અમલીકરણથી એફઆઈઆરથી સુપ્રીમ કોર્ટ સુધીની ન્યાય પ્રક્રિયા ત્રણ વર્ષમાં પૂરા થશે
સોર્સ : gstv
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે દેશની ન્યાયિક વ્યવસ્થા એક સમયે વિલંબ માટે જાણીતી હતી, પરંતુ હવે નવા ફોજદારી કાયદાઓના સંપૂર્ણ અમલીકરણ સાથે એફઆઈઆર નોંધાવવાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની ન્યાય પ્રક્રિયા માત્ર ત્રણ વર્ષની અંદર પૂર્ણ થઈ જશે. ભોપાલમાં નવા ફોજદારી કાયદાઓ પરના પ્રદર્શનના ઉદ્ઘાટન બાદ પશુપાલકોના સંમેલનને સંબોધિત કરતા તેમણે ઉમેર્યું કે 'ભારતીય ન્યાય સંહિતા'ના અમલથી આપણી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક પ્રણાલી બનશે. દેશમાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંગે વાત કરતા શાહે જણાવ્યું હતું કે સરકાર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૯ સુધીમાં મધ્ય પ્રદેશમાંથી ડ્રગ્સની સમસ્યાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે એક વિગતવાર યોજના પર કાર્ય કરી રહી છે.

