VIDEO: અદાલતી કાર્યવાહીનું અનધિકૃત પ્રસારણ અદાલતની અવમાનના ગણી શકાય: સુપ્રીમ કોર્ટ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટની કાર્યવાહીનું કોર્મશિયલ લાભ માટે કે તેમાં અનધિકૃત નિવેદનો ઉમેરીને પ્રસારણ કરવું એ અદાલતના તિરસ્કાર સમાન ગણી શકાય... દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મ પરથી ન્યાયિક કાર્યવાહીના રેકોર્ડિંગ હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા આ અવલોકન કર્યું હતું. કોર્ટે અરજદારને સીધી અરજી કરવાને બદલે પ્લેટફોર્મ્સ સામે કાયદાકીય ઉપાયો અને કાઢી નાખવાના આદેશ માટે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા નિર્દેશ આપી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો.

