મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : પરવાડા મંડળમાં આવેલી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં બે લોકોના કમકમાટીભર્યા મોત

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના પરવાડા મંડળ સ્થિત જેએન ફાર્મા સિટી (JN Pharma City

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના પરવાડા મંડળ સ્થિત જેએન ફાર્મા સિટી (JN Pharma City)માં આવેલી એક પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ફેક્ટરીના રિએક્ટર પ્લાન્ટમાં થયેલા જોરદાર બ્લાસ્ટના કારણે લાગેલી આ આગમાં બે કર્મચારીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી નાયડુએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરીને બચાવ કામગીરી અને રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. સીએમ દ્વારા આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સંપૂર્ણ તપાસ કરવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાના કડક આદેશો આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો