VIDEO: અરુણાચલમાં બે કલાકમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા
સોર્સ : gstv
અરુણાચલ પ્રદેશમાં બે કલાકની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, પહેલો ભૂકંપ સવારે પોણા 6 વાગ્યે ઉપલા સિયાંગ જિલ્લામાં આવ્યો, જ્યારે બીજો સવારે સવા સાત વાગ્યે તે જ વિસ્તારમાં હળવો હતો. રાજ્ય હવે ૨૪ કલાકથી ઓછા સમયમાં કુલ ચાર ભૂકંપથી હચમચી ગયું છે. બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ૫.૪ તીવ્રતાનો અને તે પહેલાં ૩.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામના નાગાંવમાં પણ ૩.૧ તીવ્રતાનો આંચકો નોંધાયો.

