VIDEO: Tamilnadu / TVK ચીફ વિજયે સચિવાલય પહોંચી સંભાળ્યો મુખ્યમંત્રી પદનો કાર્યભાર
સોર્સ : GSTV
તમિલગા વેત્રી કઝગમના વડા સી. જોસેફ વિજયે ચેન્નાઈ સ્થિત રાજ્ય સચિવાલય ખાતે પહોંચીને સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળી લીધો છે. ભવ્ય શપથ ગ્રહણ સમારોહ બાદ સચિવાલય પહોંચેલા વિજયનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે વિધિવત રીતે પોતાની કચેરીમાં પદભાર ગ્રહણ કર્યો હતો. મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે વહીવટી અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી રાજ્યના વિકાસ કાર્યો અને જનહિતની યોજનાઓ પર ચર્ચા કરી હતી. અભિનેતામાંથી લોકપ્રિય નેતા બનેલા વિજયે સચિવાલયમાં કાર્યભાર સંભાળતી વખતે પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી.

