VIDEO: "DMKને દગો આપ્યો..." વિજયના શપથ ગ્રહણ બાદ તરત જ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર!
સોર્સ : GSTV
તમિલનાડુમાં અભિનેતા વિજયના શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેને વિશ્વાસઘાતી પક્ષ ગણાવ્યો છે. બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના ૪૫માં સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત જનસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સત્તાના લાલચમાં કોંગ્રેસે તેના જૂના સાથી પક્ષ DMKને દગો આપ્યો છે. છેલ્લા ૨૫થી ૩૦ વર્ષ સુધી કોંગ્રેસ અને DMK વચ્ચે ગાઢ સંબંધો રહ્યા હતા અને વર્ષ ૨૦૧૪ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ટકાવી રાખવામાં DMKનો મોટો ફાળો હતો, છતાં રાજકીય પવન બદલાતા જ કોંગ્રેસે સ્વાર્થ ખાતર DMKની પીઠમાં છરો ઘોપ્યો છે. વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ હવે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય પક્ષોના સહારે આગળ વધવા માંગે છે.

