VIDEO : ચેન્નાઈમાં લોકભવનની બહાર TVK કાર્યકરોનો ઉગ્ર વિરોધ, વિજયને સરકાર રચવા આમંત્રણ ન મળતા રોષ
સોર્સ : gstv
ચેન્નાઈમાં ટીવીકે કાર્યકરો દ્વારા રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર સામે લોકભવનની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હોવા છતાં, રાજ્યપાલે પક્ષના વડા વિજયને સરકાર રચવા માટે આમંત્રિત ન કરતા એક સમર્થકે આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે લોકભવનની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહેલા સમર્થકને પોલીસે સ્થળ પરથી હટાવીને અટકાયત કરી હતી. તમિલનાડુમાં સરકાર રચવા મુદ્દે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને કારણે વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.

