VIDEO: તમિલનાડુમાં સરકાર રચવા મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્યપાલે ફગાવ્યો વિજયનો દાવો
સોર્સ : GSTV
તમિલનાડુમાં સરકાર રચવા મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે ટીવીકે પ્રમુખ વિજયનો દાવો ફગાવી તેમને ૧૧૮ ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે બહુમતી સાબિત કરવા જણાવ્યું છે, જોકે અન્ય કોઈ પક્ષને આમંત્રણ ન આપવાનું આશ્વાસન પણ આપ્યું છે. ટીવીકે હવે ડાબેરી પક્ષો અને વીસીકેનું સમર્થન મેળવવા સક્રિય છે, જ્યારે ડીએમકેએ તમામ ધારાસભ્યોને ચેન્નાઈમાં રહેવા આદેશ આપ્યો છે. બીજી તરફ, કેરળમાં કોંગ્રેસના નિરીક્ષકોએ ૬૩ ધારાસભ્યો સાથે બેઠક કરી મુખ્યમંત્રી પસંદગીની સત્તા હાઈકમાન્ડને સોંપી છે. આસામમાં ૧૦૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપ પ્રેરિત એનડીએના નવા મુખ્યમંત્રીની પસંદગી ૧૦ મેના રોજ વિધાયક દળની બેઠકમાં થશે અને ૧૨ મેના રોજ ગુવાહાટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નવી કેબિનેટના શપથ ગ્રહણ યોજાશે.

