VIDEO: ચંદીગઢના સુખના લેક ખાતે તિરંગા વોકાથોન
સોર્સ : gstv
ચંદીગઢના સુખના લેક ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદીગઢના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ વોકાથોનમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયાએ પણ વોકાથોનમાં હાજરી આપી હતી. દેશભક્તિના રંગમાં રંગાયેલા કાર્યક્રમ દરમિયાન તિરંગા સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વોકાથોનનો ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત કરવાનો અને હર ઘર તિરંગા અભિયાનને જનઆંદોલન બનાવવાનો હતો. સુખના લેક પર યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના નારા અને તિરંગા સાથેનો માહોલ જોવા મળ્યો હતો.

