VIDEO: પુણેના બારામતી એરપોર્ટ પર ટ્રેનિંગ પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
સોર્સ : gstv
મહારાષ્ટ્રના પુણેના બારામતી એરપોર્ટ પર રવિવારે બપોરે ટ્રેઈની વિમાન દુર્ઘટના ટળી છે, સદનસીબે આ અકસ્માતમાં વિમાનમાં સવાર ટ્રેની પાયલટનો બચાવ થયો છે અને કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માત બપોરે ૧૨:૩૫ વાગ્યાની આસપાસ રનવેથી થોડે દૂર થયો હતો, જેના કારણે વિમાનને માત્ર સામાન્ય નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, બારામતી એરપોર્ટ પર છેલ્લા આઠ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. આ પહેલાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું અને ત્યારબાદ ૧૩ મેના રોજ પણ એક ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી એરપોર્ટની સુરક્ષા અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

