VIDEO: દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં બનેલી એક ગંભીર માર્ગ દુર્ઘટનામાં એક કોલેજના વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ
સોર્સ : gstv
દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં બનેલી એક ગંભીર માર્ગ દુર્ઘટનામાં એક કોલેજના વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક સાથીદારો ઘાયલ થયા છે. આ ભયાનક અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે પૂરઝડપે આવી રહેલી એક અનિયંત્રિત કાર અચાનક પલટી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યા મુજબ, ગાડીની સ્પીડ ખૂબ જ વધારે હોવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન રોડ પર અનેક વખત ગોથા ખાઈને પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

