VIDEO: દિલ્હીમાં ટ્રાફિકજામની સમસ્યા થશે દૂર: કેન્દ્રીય મંત્રીમંડળે ₹૧,૭૮૯ કરોડના ITMS પ્રોજેક્ટને આપી મંજૂરી
સોર્સ : gstv
દિલ્હીવાસીઓ માટે ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાના મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી પોલીસ માટે અંદાજિત 1 હજાર 789 કરોડના ખર્ચે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટના અમલીકરણને મંજૂરી આપી દીધી છે. આ આધુનિક પ્રોજેક્ટ આગામી 24 મહિનામાં ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે....આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ સિસ્ટમ 42 મુખ્ય ટ્રાફિક કોરિડોરને આવરી લેશે. તે રીઅલ-ટાઇમ ડેટાના આધારે સિગ્નલના સમયને આપમેળે ગોઠવશે, ટ્રાફિક નિયમો તોડનારાઓને પકડશે તેમજ એમ્બ્યુલન્સ જેવા કટોકટી વાહનોને પ્રાથમિકતા આપશે. હાલના ફિક્સ-ટાઇમિંગ સિગ્નલોને બદલે આ સ્માર્ટ સિસ્ટમથી વાહનોની અવરજવર વધુ સરળ બનશે.

