VIDEO: દાલ લેકમાં પ્રવાસીઓનો આનંદ
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આહલાદક હવામાન વચ્ચે પ્રવાસીઓ વિશ્વપ્રસિદ્ધ દાલ લેકની સુંદરતાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સૈલાણીઓ સવારના આહલાદક વાતાવરણમાં શાંત પાણીમાં શિકારા રાઇડનો અદ્ભુત અનુભવ લીધો હતો .ઝબરવાન પર્વતમાળાના સુંદર દ્રશ્યો અને ઠંડી પવનની લહેરો વચ્ચે સૈલાણીઓ દાલ લેકમાં તરતા બજારો અને હાઉસબોટની મુલાકાત લીધી હતી . ગરમી અને પ્રદૂષણથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પહોંચેલા પ્રવાસીઓ માટે આ અનુભવ યાદગાર બન્યો હતો . સ્થાનિક વેપારીઓ અને શિકારા ચાલકો પણ પ્રવાસીઓની વધતી સંખ્યાથી ભારે ઉત્સાહિત જોવા મળ્યો હતો

