ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: જિલ્લા અદાલતોમાં હવે A4 કાગળ ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ જિલ્લા અદાલતો માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર મુજબ 1 ઓગસ્ટ 2026થી જિલ્લા અદાલતોમાં રજૂ થતા મોટાભાગના દસ્તાવેજો હવે ફરજિયાત A4 સાઇઝના કાગળ પર જ રજૂ કરવાના રહેશે. આ નિયમ અરજીઓ, સોગંદનામા, અરજપત્રો, અપીલ મેમોરેન્ડમ, હુકમો અને ચુકાદાઓ સહિતના દસ્તાવેજો પર લાગુ પડશે.
પરિપત્રમાં કાગળની ગુણવત્તા, ફોન્ટ, ફોન્ટ સાઇઝ, લાઇન સ્પેસિંગ અને માર્જિન અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ગુજરાતી દસ્તાવેજો માટે Lohit Gujarati, Noto Sans Gujarati અથવા Noto Serif Gujarati ફોન્ટનો ઉપયોગ કરવાનો રહેશે, જ્યારે અંગ્રેજી દસ્તાવેજો માટે Times New Roman ફોન્ટ નક્કી કરવામાં આવ્યો છે.
જોકે પોલીસ પેપર્સ, ચાર્જશીટ, એફએસએલ રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, વકાલતનામા, મૂળ દસ્તાવેજો, પ્લાન અને નકશા જેવા દસ્તાવેજોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 1 ઓગસ્ટ 2026થી આ નિયમનો અમલ ફરજિયાત રહેશે અને તેના અમલીકરણ માટે વધુ કોઈ સમયમર્યાદાનો વધારો આપવામાં આવશે નહીં.

