Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TMC's 'Pushpa' was planning to flee the country to Nepal! STF arrested him near the border

દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો 'પુષ્પા'! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો 'પુષ્પા'! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન EVM સાથે છેડછાડ અને મતદારોને ડરાવવા સહિતના અનેક ગંભીર કેસોમાં વોન્ટેડ તૃણમૂલ કોંગ્રેસના નેતા જહાંગીર ખાનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

App Store

નેપાળ ભાગવાની ફિરાકમાં હતો જહાંગીર ખાન

કલકત્તા હાઈકોર્ટ તરફથી ધરપકડ સામેની વચગાળાની રાહત લંબાવવાનો ઇનકાર કરાયા બાદ, જહાંગીર ખાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી પોલીસને હાથતાળી આપીને ભાગતો ફરતો હતો. તે ભારત છોડીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે સરહદ પાર કરે તે પહેલાં જ બંગાળ એસટીએફની ટીમે તેને દબોચી લીધો છે.

જહાંગીર ખાને ચૂંટણી દરમિયાન પોલીસ ઓબ્ઝર્વર અજય પાલ શર્મા જે 'સિંઘમ' તેમને ખુલ્લી ચેલેન્જ આપીને પોતાનું નામ 'પુષ્પા' રાખ્યું હતું. ચૂંટણી પહેલાં જ્યારે આઈપીએસ અધિકારી અજય પાલ શર્માએ જહાંગીરના ઘરે જઈને તેના પરિવારને કડક ચેતવણી આપી હતી કે મતદાનના દિવસે કોઈ પણ મતદારને ડરાવવામાં ન આવે, ત્યારે જહાંગીરે ફિલ્મી સ્ટાઈલમાં અહંકાર સાથે કહ્યું હતું કે, જો તે સિંઘમ છે, તો હું પુષ્પા છું. ઝૂકેગા નહીં.જોકે હવે આખરે આ 'પુષ્પા'ની ગેમ ઓવર થઈ ગઈ છે અને હાલમાં તે ફાલ્ટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઓછામાં ઓછી 7 જેટલી એફઆઈઆરનો સામનો કરી રહ્યો છે.

વિધાનસભા ચૂંટણીમાં ભારે ગરબડનો આરોપ

દક્ષિણ 24 પરગણા મતવિસ્તાર હેઠળ આવતી ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતદાન દરમિયાન જહાંગીર ખાન અને તેના સમર્થકો પર ગંભીર આક્ષેપો થયા હતા. આરોપ હતો કે તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ભાજપના ચૂંટણી ચિન્હ પર પટ્ટીઓ લગાવી દીધી હતી જેથી મતદારો વિરોધ પક્ષને વોટ ન આપી શકે. આ ઉપરાંત વિરોધ પક્ષના ઉમેદવારોના નામ બ્લોક કરવા અને બૂથ પર સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવાના કારણે ચૂંટણી પંચે આખી પ્રક્રિયાને 'લોકશાહીનું અપમાન' ગણાવી હતી.

બંગાળની 293 બેઠકોના પરિણામો 4 મે ના રોજ જાહેર થઈ ગયા હતા, પરંતુ ચૂંટણી પંચે ગેરરીતિઓને કારણે ફાલ્ટા બેઠકનું મતદાન રદ કરીને ત્યાં 21 જૂનના રોજ ફરીથી મતદાન યોજવાનો આદેશ આપ્યો હતો.

છેલ્લી ઘડીયે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી

જોકે તે બાદ જહાંગીર ખાન ગાયબ થઈ ગયો હતો. કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી લડવા માટે તેને 18 મેથી 24 મે સુધી ધરપકડ સામે વચગાળાની રાહત આપી હતી. 21 મે ના રોજ યોજાયેલા ફરીથી મતદાનના થોડા દિવસો પહેલાં તે અચાનક પ્રગટ થયો અને ઓફિસ ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાનૂની સંકટ જોઈને તેણે છેલ્લી ઘડીએ ચૂંટણી મેદાનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

અભિષેક બેનરજીનો માનીતો નેતા ગણાય છે જહાંગીર ખાન

આ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડાએ 1 લાખથી વધુ મતોની જંગી સરસાઈથી ઐતિહાસિક જીત મેળવી છે. નોંધનીય છે કે આ વિસ્તાર ટીએમસીના પાવરફુલ નેતા અભિષેક બેનરજીના સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે, તેથી જહાંગીરની આ કરતૂત અને ધરપકડથી મમતા બેનર્જીની પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.

ટોપિક્સ:gstv newsindia newstmc