Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Dhanush is upset with the re-release of Raanjhanaa!

"ક્યાંક તો મર્યાદા આંકવી જ પડશે..."Raanjhanaaના રી-રીલીઝથી નારાજ થયો ધનુષ!

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
"ક્યાંક તો મર્યાદા આંકવી જ પડશે..."Raanjhanaaના રી-રીલીઝથી નારાજ થયો ધનુષ!
સોર્સ : GSTV

Raanjhanaa ફિલ્મે તેના રોમેન્ટિક જોનર સાથે સૌ કોઈને આકર્ષ્યા હતા. તેવામાં હવે આ ફિલ્મને તામિલમાં ક્લાઈમેક્સ બદલી રી-રીલીઝ કરવામાં આવી છે. જે બાબતે અગાઉ ફિલ્મ દિગ્દર્શક આનંદ એલ રાયે વિરોધ નોંધાવ્યા બાદ હવે ફિલ્મના હિરો Dhanushએ પણ ભારે નારાજગી પ્રગટ કરી છે.

App Store

જાણો શું કહ્યું Dhanushએ

Dhanushએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "આ એ ફિલ્મ નથી જેના માટે મેં કમિટ કર્યું હતું. નવા અંતંમાં ફિલ્મનું મૂળ હાર્દ જ મારી નાખવામાં આવ્યું છે." તેણે વધુમાં કહ્યું હતું કે, ફિલ્મમાં AIની મદદથી ચેડાં એ કળા અને કળાકારો બંને માટે બહુ મોટું જોખમ છે. આ બાબતે ક્યાંક તો મર્યાદા આંકવી જ પડશે અને આ માટે જરુર પડે કડક નિયંત્રણો લાદવા જોઈએ.

ક્લાઈમેક્સમાં કરાયો છે બદલાવ

2013માં રજૂ થયેલી મૂળ "Raanjhanaa" ફિલ્મમાં Dhanushના પાત્રનું મૃત્યુ દર્શાવાયું છે. જોકે, તમિલમાં નવેસરથી રીલિઝ કરાયેલી ફિલ્મમાં AIની મદદથી તેનો અંત બદલી Dhanushને જીવંત બતાવાયો છે. અગાઉ ફિલ્મની નિર્માણ કંપની ઈરોઝ ઈન્ટરનેશનલ દ્વારા આ ફિલ્મનો અંત બદલવા સામે ડાયરેક્ટર આનંદ એલ રાયે ઉઠાવેલા વાંધાને ફગાવી દેતાં જણાવાયું હતું કે ફિલ્મ પર કોપીરાઈટનની સંપૂર્ણ માલિકી નિર્માતાની હોય છે અને તે તેમાં ધારે તેવા ફેરફાર કરી શકે છે.

આનંદ એલ રાયે નવા અંત સાથેની ફિલ્મ સાથે દિગ્દર્શક તરીકે પોતાનું નામ ન સાંકળવામાં આવે તેવી માગણી કરી હતી.