VIDEO: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી
સોર્સ : gstv
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાનને ટપાલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીભર્યો પત્ર મળ્યો છે. ધમકીભર્યા પત્રમાં કટ્ટર આતંકવાદીઓ દ્વારા ટૂંક સમયમાં હત્યા કરવાની વાત લખવામાં આવી છે. મામલો સામે આવ્યા બાદ ચિરાગ પાસવાનની ઓફિસે કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને સમગ્ર ઘટનાની જાણ કરી છે અને જરૂરી સુરક્ષા તથા કાર્યવાહી કરવાની માંગ કરી છે. તપાસ એજન્સીઓ ધમકીભર્યો પત્ર ક્યાંથી મોકલાયો અને તેને મોકલનાર કોણ છે તે અંગે તપાસ કરી રહી છે. હાલ ધમકી પાછળનું કારણ અને આરોપીની ઓળખ સ્પષ્ટ થઈ નથી, ત્યારે ચિરાગ પાસવાનની સુરક્ષાને લઈને સતર્કતા વધારવામાં આવી છે.

