VIDEO: "આ તો 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી'..., દાન ચોરો સામે આરપારની લડાઈ!" પ્રમોદ તિવારીનો ભાજપ પર સનસનાટીભર્યો આરોપ
અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને કૌભાંડના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) પર તીખા પ્રહારો કર્યા છે અને તેને 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' ગણાવી છે.
નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, "દાનની રકમની ચોરી કરનારા આ ચોરો સામે આપણે લડવું પડશે. આ 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' છે. મેં આ મુદ્દે સંસદમાં નોટિસ આપી છે અને અમે સરકાર પાસે આ મામલે જવાબદેહીની માંગ કરીશું."
રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા દાનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી છે. પ્રમોદ તિવારીના આ નિવેદન બાદ સંસદમાં પણ આ મુદ્દે ભારે હંગામો થવાની શક્યતા છે.

