Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'This is nothing but a cheap publicity stunt', SC erupts after hearing petition against Justice Yashwant Verma in 'cash scandal'

VIDEO: 'આ સસ્તા પબ્લિસિટી સ્ટંટ સિવાય કંઈ નથી', 'કેશ કાંડ' વાળા જસ્ટિસ યશવંત વર્મા સામેની અરજી જોઈ SC ભડકી

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી હાઇકોર્ટના (Delhi High Court) ભૂતપૂર્વ જજ જસ્ટિસ યશવંત વર્મા (Justice Yashwant Varma) સામેની એક અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે અરજદારને આકરી ફટકાર પણ લગાવી હતી. અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, આ અરજી માત્ર સસ્તી પ્રસિદ્ધિ (Cheap Publicity) મેળવવાના હેતુથી જ દાખલ કરવામાં આવી છે.

App Store

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજીમાં ચર્ચિત કેશ કાંડમાં ઘેરાયેલા યશવંત વર્મા વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધીને કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી (SIT Investigation) તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.

અરજી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

શુક્રવારે જસ્ટિસ પી.એસ. નરસિમ્હા (Justice P.S. Narasimha) અને જસ્ટિસ આલોક અરાધેની (Justice Alok Aradhe) ખંડપીઠે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સુનાવણી દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે, જસ્ટિસ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવા છતાં, ઘરમાંથી રોકડ મળવાના મામલે તેમની જવાબદારી (Accountability) ખતમ થઈ જતી નથી. અરજદારે એવો તર્ક પણ આપ્યો હતો કે, અગાઉ આવી જ એક અરજી ટેકનિકલ કારણોસર ફગાવી દેવામાં આવી હતી કારણ કે અરજી કરતા પહેલાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ હવે તે પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

અરજદારે ઉમેર્યું કે હાઇકોર્ટના જજ એક પબ્લિક સર્વન્ટ (Public Servant) હોય છે અને હવે તેઓ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે, તેથી તેમને કાનૂની કાર્યવાહીમાંથી કોઈ છૂટછાટ મળવી જોઈએ નહીં.

જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે આગળ સુનાવણી કરવાની ના પાડી દીધી હતી અને આકરા શબ્દોમાં કહ્યું હતું કે:

"આ બધું માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ છે. અમે આ મામલે કોઈ સુનાવણી કરવા માંગતા નથી. અરજી ફગાવવામાં આવે છે."

સરકારી આવાસમાંથી મળ્યા હતા બળેલા નોટોના બંડલો

૧૪ માર્ચ ૨૦૨૫ની સાંજે જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત સરકારી આવાસમાં (Official Residence) અચાનક ભીષણ આગ લાગી હતી. અકસ્માત સમયે જસ્ટિસ વર્મા અને તેમના પત્ની મધ્યપ્રદેશ ગયા હતા અને ઘરે માત્ર તેમની પુત્રી અને વૃદ્ધ માતા હાજર હતા.

આગ પર કાબૂ મેળવતી વખતે સ્ટાફને સ્ટોર રૂમમાંથી (Store Room) રૂ. ૫૦૦ની નોટોના અધબળેલા બંડલો મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ આ અંગેના વિડીયો વાયરલ થયા હતા. આ ઘટના બાદ જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારના (Corruption) ગંભીર આક્ષેપો લાગ્યા હતા, જોકે તેમણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને પોતાની સામેનું કાવતરૂં ગણાવ્યું હતું.

તપાસ બાદ આપવું પડ્યું હતું રાજીનામું

આ મામલો વણસતાં સુપ્રીમ કોર્ટે ૨૨ માર્ચે ત્રણ જજોની તપાસ સમિતિ બનાવી હતી. મે મહિનામાં સોંપાયેલા રિપોર્ટના આધારે સીજેઆઈએ (CJI) જસ્ટિસ વર્માને રાજીનામું આપવા અથવા મહાભિયોગનો (Impeachment) સામનો કરવાની સલાહ આપી હતી. શરૂઆતમાં તેમણે હટવાની ના પાડી દેતાં રિપોર્ટ રાષ્ટ્રપતિને (President) મોકલવામાં આવ્યો હતો.

ઓગસ્ટ ૨૦૨૫માં લોકસભા સ્પીકર (Lok Sabha Speaker) ઓમ બિરલા દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સંસદમાં પદ પરથી હટાવવાની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ, ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું હતું.