મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Tahawwur રાણાના પ્રત્યાર્પણમાં આ 3 NIA અધિકારીઓએ ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા

26/11 ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NI

Tahawwur રાણાના પ્રત્યાર્પણમાં આ 3 NIA અધિકારીઓએ ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા

26/11 ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક ખાસ ટીમે અમેરિકામાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ ટીમે સખત મહેનત કર્યા પછી અમેરિકન કોર્ટે Tahawwur Rana ના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ તેને ભારત લાવવામાં આવ્યો છે. આ ટીમના અધિકારીઓએ અમેરિકામાં કેસમાં લડત આપવા ઉપરાંત ભારતમાં જેલમાં રાખવા અને પૂછપરછ માટે તેની સુરક્ષાની તૈયારીઓ પણ સુનિશ્ચિત કરી.

 1 મહિલા સહિત 3 અધિકારીઓની અહમ ભૂમિકા

તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણમાં 1 મહિલા સહિત 3 અધિકારીઓની અહમ ભૂમિકા છે. આ ટીમમાં આશિષ બત્રા કે જેઓ ઝારખંડ પોલીસ કેડરના 1997 બેચના IPS અધિકારી છે. NIAમાં ઇન્સ્પેક્ટર જનરલ ( IG ) તરીકે તૈનાત બત્રાએ જહાનાબાદ અને રાંચી જેવા વિસ્તારોમાં સેવા આપી ચૂક્યા છે. તહવ્વુર રાણાને ભારત પરત લાવનારી ટીમના બીજા સભ્ય મહિલા આઈપીએસ છે. જયા રાય પણ 2011 બેચના ઝારખંડ કેડરના IPS અધિકારી છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કાર્યરત જયા હાલમાં એનઆઈએમાં સિનિયર પબ્લિક રિલેશન્સ ઓફિસરની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. તેમની હાજરીથી ટીમ મજબૂત બની.

 છત્તીસગઢ કેડરના 2019 બેચના IPS 

ત્રીજા અધિકારી પ્રભાત કુમાર કે જેઓ છત્તીસગઢ કેડરના 2019 બેચના IPS છે. NIAમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે કાર્યરત પ્રભાતે અમેરિકામાં ટીમ સાથે મોરચો સંભાળ્યો. અને રાણાના ભારત આગમનની તૈયારીઓનું હેન્ડલિંગ કર્યું. દિલ્હી એરપોર્ટથી NIA હેડક્વાર્ટર સુધીના સમગ્ર ઓપરેશનના સંયોજક પણ છે. આ ટીમે અમેરિકામાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી રાણાને કસ્ટડીમાં લીધા બાદ તેને ખાસ ફ્લાઇટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો છે. રાણાને દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવશે. તિહાડ જેલમાં તેની સુરક્ષા અને પૂછપરછ માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રત્યાર્પણ ભારતની રાજદ્વારી અને કાનૂની સફળતાનું પણ પ્રતીક છે. 

મુખ્ય ઘટનાઓ 

ઓગસ્ટ ૨૦૨૪: અમેરિકાની નવમી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણના આદેશને સમર્થન આપ્યું. આ નિર્ણયથી રાણા સામે ભારતના દાવાને મજબૂતી મળી.

નવેમ્બર ૨૦૨૪: રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં રિટ ઓફ સર્ટિઓરારી (સમીક્ષા અરજી) દાખલ કરી, જેમાં અપીલ કોર્ટના નિર્ણયની સમીક્ષાની માંગ કરવામાં આવી. આ તેના દ્વારા એક મોટું કાનૂની પગલું હતું.

જાન્યુઆરી ૨૦૨૫: અમેરિકન સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દેતા ભારત માટે પ્રત્યાર્પણનો માર્ગ સરળ બન્યો.

માર્ચ ૨૦૨૫: રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે કટોકટી અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પણ ફગાવી દીધી. આ તેના દ્વારા છેલ્લો મોટો પ્રયાસ હતો.

૭ એપ્રિલ ૨૦૨૫: યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અંતિમ અપીલ ફગાવી દેતાં જ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવતી બધી કાનૂની અડચણો દૂર થઈ ગઈ.

આ સમાચાર શેર કરો