Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'There were 2 not 4 people in the car, partying at the club all night...', the sensational claim of the brother of the victim Shivani (Siya)!

VIDEO: 'કારમાં ૨ નહીં 4 જણા હતા, આખી રાત ક્લબમાં કરી પાર્ટી...', પીડિતા શિવાની (સિયા)ના ભાઈનો સનસનીખેજ દાવો!

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુરુગ્રામના પોશ વિસ્તાર ગણાતા ગોલ્ફ કોર્સ રોડ પર વુમન સુપરબાઇકર શિવાની ચૌહાણ (સિયા) સાથે બનેલી હિટ એન્ડ રનની ચકચારી ઘટનામાં પીડિતાના પરિવારે ન્યાય માટે મોટો અવાજ ઉઠાવ્યો છે. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે પીડિતાના ભાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે.   

App Store

ગુના સામે લડાઈ, જાતિગત વિવાદ નથી

પીડિતાના ભાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમે અહીં કોઈ જાતિગત વિવાદ ઊભો કરવા આવ્યા નથી. અમારો સંઘર્ષ ફક્ત અને ફક્ત ગુના સામે છે. જે ખોટું થયું છે તેની સામે અમે કાયદાકીય લડત લડી રહ્યા છીએ." શિવાનીના નિવેદનને ટાંકતા ભાઈએ જણાવ્યું કે બનાવ સમયે ગાડીમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા. હાલ પકડાયેલા લોકો સિવાય કારમાં હાજર અન્ય બે લોકોને પણ પોલીસ ઝડપથી ઝડપી પાડે અને કાયદાના કઠેડામાં ઊભા રાખે તેવી માંગ કરી છે.

પીડિતાના ભાઈએ ગંભીર આક્ષેપ કર્યો છે કે નાઇટ ક્લબના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં આરોપીઓ આખી રાત પાર્ટી કરતા અને વહેલી સવારે ક્લબમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ બાકી છે, પરંતુ તેમણે તપાસ એજન્સી સમક્ષ ક્લબના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ સહિતના તમામ પુરાવાઓ તપાસવાની અપીલ કરી છે. રિમાન્ડ બાદ આજે આરોપીઓની કોર્ટમાં પ્રથમ હાજરી હોવાથી, હવે કોર્ટ આ મામલે આગળ શું પગલાં લે છે તેના પર સમગ્ર પરિવાર અને લોકોની નજર ટકેલી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News