VIDEO: 'તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મિલીભગત છે', રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ઝંઝાવાતી પ્રચાર કરી રાજકીય માહોલ ગરમાવ્યો હતો. તેમણે સેરામપુર અને હુગલી લોકસભા મતવિસ્તારમાં વિશાળ જાહેર સભાઓને સંબોધ્યા બાદ કોલકાતામાં પણ જનસભા ગજવી હતી.
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહાર કરતા તેને સામાન્ય જનતા વિરોધી ગણાવી હતી. આશ્ચર્ય જનક રીતે તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મિલીભગત હોવાનો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મમતા બેનર્જીની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે અને તે ભાજપ સામે લડવાને બદલે તેમને મદદ કરી રહી છે. રાહુલ ગાંધીએ બંગાળની જનતાને પરિવર્તન લાવવા અને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમના આ આક્રમક તેવરથી આગામી તબક્કાના મતદાન પૂર્વે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વધુ રોમાંચક બન્યો છે.

