VIDEO: પશ્ચિમ બંગાળના એક મકાનમાં થયો શંકાસ્પદ વિસ્ફોટ, લોકોમાં ફેલાયો ભયનો માહોલ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના નોઆપારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં શંકાસ્પદ વિસ્ફોટ થતા ચકચાર મચી ગઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને મકાનને નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ વિસ્ફોટ પાછળનું કારણ હજુ અકબંધ છે. શું તે ગેસ સિલિન્ડરને કારણે હતો કે કોઈ વિસ્ફોટક સામગ્રીને લીધે, તે દિશામાં ફોરેન્સિક ટીમની મદદ પણ લેવામાં આવી હતી.

