VIDEO: શિવસેના માં મોટા ભંગાણના સંકેતો મળી રહ્યા
એક સમયે જે રાજકીય પાર્ટીનો સમગ્ર દેશમાં દબદબો હતો તે પક્ષ અત્યારે સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.. બા

એક સમયે જે રાજકીય પાર્ટીનો સમગ્ર દેશમાં દબદબો હતો તે પક્ષ અત્યારે સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.. બાળા સાહેબ ઠાકરેએ જે પક્ષને ઉભો કર્યો તે પક્ષ એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે.એક પછી એક સાંસદો શિવસેના છોડી રહ્યા છે તેથી ગમે ત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું કોંગ્રેસમાં વિલિનિકરણ થઈ શકે છે
મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે. એકવાર ફરી શિવસેના માં મોટા ભંગાણના સંકેતો મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે દિલ્હી પહોંચ્યા છે, જેના કારણે રાજકીય પારો ગરમાયો છે. એવી ચર્ચાઓ છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો બળવો કરીને શિંદે જૂથમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના ના 9 માંથી 6 સાંસદો દિલ્હીમાં હોવાની ચર્ચા છે. આ સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માંગ કરી શકે છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથે આ મામલે સક્રિય થઈને સ્પીકરને પત્ર લખી દીધો છે. સાંસદ અરવિંદ સાવંતે સ્પીકરને વિનંતી કરી છે કે કોઈ પણ બળવાખોર જૂથને માન્યતા ન આપવામાં આવે, કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં સબ-જ્યુડિસ છે.
ત્યાં જ ઉદ્ધવ ઠાકરે જૂથે તમામ સાંસદોને દિલ્હીમાં તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે અને પક્ષ તરફથી પણ જારી કરવામાં આવ્યો છે. સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમને 'ઓપરેશન ટાઈગર' ગણાવતા આરોપ લગાવ્યો છે કે સાંસદોને તોડવા માટે મોટા પાયે નાણાંનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ તરફ શિંદે જૂથના નેતાઓએ આ અટકળોને નકારી કાઢી છે અને કહ્યું છે કે શિંદેજીના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને લોકો જોડાઈ રહ્યા છે.
શું આ 2022 જેવી જ સ્થિતિનું પુનરાવર્તન છે? શું શિવસેનાના સંસદીય જૂથમાં ખરેખર ભાગલા પડશે? આ સવાલનો જવાબ આગામી કલાકોમાં મળવાની શક્યતા છે. દિલ્હીથી મુંબઈ સુધી રાજકીય ગતિવિધિઓ અત્યંત ઝડપી બની છે.








