Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Supreme Court's big suggestion for the recovery of traffic currency

VIDEO: ટ્રાફિક ચલણની વસૂલાત માટે સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટ્રાફિક ચલણની વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનું સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું કે લોકો બાકી ટ્રાફિક ચલણ ભરતા ન હોય તો તેને વીજળીના બિલ સાથે જોડવા અંગે વિચાર કરી શકાય. જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું કે માત્ર ઈ-ચલણ જાહેર કરવાથી કામ પૂરું થતું નથી, તેની અસરકારક વસૂલાત પણ જરૂરી છે. કોર્ટને જણાવાયું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 45 હજાર કરોડ રૂપિયાના ઈ-ચલણની વસૂલાત બાકી છે, જ્યારે 25 હજાર કરોડ રૂપિયા વસૂલાયા છે. કોર્ટે બાકી ચલણની વસૂલાત માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ અને અન્ય વાહન સંબંધિત સેવાઓ પર રોક જેવા પગલાં અંગે પણ વિચારવાનું સૂચન કર્યું છે.

App Store