VIDEO: બોટાદમાં ટ્રાફિક પોલીસે અડચણરૂપ વાહનો દૂર કરી ૧૦,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો
સોર્સ : gstv
બોટાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. એ.એમ. રાવલ અને તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં અડચણરૂપ રીતે પાર્ક કરેલા વાહનો તેમજ શાકમાર્કેટ વિસ્તારમાંથી અડચણરૂપ લારીઓ દૂર કરાવીને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા. આ સાથે જ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે કુલ ૪ ગુના નોંધીને રૂ. ૧૦,૫૦૦નો દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક પોલીસની આ ત્વરિત કામગીરીથી બોટાદ શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનશે.

