VIDEO: સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાની બંધારણીય માન્યતાને જાળવી રાખી, વૈકલ્પિક પદ્ધતિની અરજી ફગાવી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ભારતમાં ફાંસીની સજાની બંધારણીય માન્યતાને સમર્થન આપતા ફાંસી સિવાયની ઓછી પીડાદાયક વૈકલ્પિક પદ્ધતિઓની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે હાલના કાનૂની માળખાને યથાવત રાખ્યું છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં જો કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળે કે ફાંસી બિનજરૂરી પીડા આપે છે, તો બંધારણીય સમીક્ષા થઈ શકે છે. સાથે જ, કેન્દ્ર સરકાર ઈચ્છે તો વૈકલ્પિક પદ્ધતિઓ માટે નિષ્ણાત સમિતિની રચના કરી શકે તેમ પણ કોર્ટે અવલોકન કર્યું છે.

