VIDEO: સુપ્રીમ કોર્ટે અબુ સલેમની અકાળ મુક્તિ અરજી પર ચુકાદો અનામત રાખ્યો
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં દોષિત આતંકવાદી અબુ સલેમની અકાળ મુક્તિની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. સલેમે દલીલ કરી છે કે તેણે ૨૫ વર્ષની જેલ સજા પૂરી કરી લીધી છે.૧૯૯૩ના વિસ્ફોટોમાં ૨૫૭ લોકોના જીવ ગયા હતા. સલેમના વકીલે કહ્યું કે ટાડા કોર્ટે અંડરટ્રાયલ સમયનો લાભ આપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો, પરંતુ જેલ વહીવટી તંત્ર તે આપી રહ્યું નથી. પોર્ટુગલથી પ્રત્યાર્પણની શરત મુજબ સલેમે ૨૪ ડિસેમ્બર ૨૦૨૪માં ૨૫ વર્ષ પૂરા કર્યા હોવાનો દાવો કર્યો છે. કોર્ટે તેમને 16 લાખ 51 હજાર રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે.

