VIDEO: સુપ્રીમ કોર્ટે કોલસા કૌભાંડ કેસમાં બે જજને છ મહિનામાં જ દૂર કર્યા
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કોલસા કૌભાંડના કેસમાં નિયુક્ત સેશન્સ બે જજને માત્ર છ મહિના બાદ દૂર કર્યા છે. દિલ્હી હાઈકોર્ટની વિનંતી પર આ નિર્ણય લેવાયો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશ સુનૈના શર્મા અને જસ્ટીસ ધીરજ મોર અન્ય જવાબદારીઓ માટે વધુ યોગ્ય છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે આ વિનંતી સ્વીકારી. તેમના સ્થાને ન્યાયાધીશ વીરેન્દ્ર કુમાર ખાર્તા અને ન્યાયાધીશ અજય ગર્ગની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે ટ્રાન્સફર ઓર્ડર જારી કર્યા છે. બંનેને હાલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સીબીઆઈ સેશન્સ જજની ઓફિસ સાથે જોડવામાં આવ્યા છે.

