Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Supreme Court refused an immediate hearing in the case of the disputed comment about the Prophet, advising the petitioner to go to the police

પયગંબર અંગે વિવાદિત ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી નકારી, અરજદારને પોલીસ પાસે જવાની આપી સલાહ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
પયગંબર અંગે વિવાદિત ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી નકારી, અરજદારને પોલીસ પાસે જવાની આપી સલાહ
સોર્સ : gstv

આવા નિવેદનોને સનસની ફેલાય તેવા ના બનવા દેવા જોઇએ : જસ્ટિસ અમાનુલ્લાહ

App Store

મોહમ્મદ પયગંબર અંગે વાંધાજનક ટિપ્પણી બદલ નાઝિયા ખાન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની તાત્કાલીક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી હતી સાથે જ એવી સલાહ આપી હતી કે સિસ્ટમ પર ભરોસો રાખો પોલીસ પાસે જવા પણ કહ્યું હતું.

નાઝિયા ખાને જૂન મહિનામાં એક પોડકાસ્ટમાં પયગંબર અને તેમના પરિવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના મુદ્દે નાઝિયા ખાન સામે અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે મુસ્લિમો દ્વારા રેલીઓ પણ કરવામાં આવી હતી. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ દ્વારા અરજી કરવામાં આવી છે.
જોકે પોલીસ પાસે જવાના બદલે સીધા સુપ્રીમ કોર્ટમાં જ અરજી કરવાને કારણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહે અરજદારને સવાલ કર્યો હતો કે શું તમે પોલીસ સમક્ષ કોઇ ફરિયાદ કરી છે? પોલીસ પણ છે, સિસ્ટમ પર ભરોસો રાખવો જોઇએ. અમે દેખરેખ માટે છીએ. નીચલા અધિકારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે પણ અમારે જોવાનું હોય છે. જજે સાથે જ એવી પણ સલાહ આવી હતી કે આવી વાતોને સનસની ફેલાય જાય તેવી ના બનાવવી જોઇએ.