મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બાબરી મસ્જિદ કયામતના દિવસ સુધી ફરી નહીં બને', CM યોગીએ આપ્યું મોટું નિવેદન

બારાબંકીમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે બાબરી મસ્જિદ અંગે મોટું નિ

'બાબરી મસ્જિદ કયામતના દિવસ સુધી ફરી નહીં બને', CM યોગીએ આપ્યું મોટું નિવેદન

બારાબંકીમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે બાબરી મસ્જિદ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'બાબરી મસ્જિદનું માળખું કયામતના દિવસ સુધી ફરી નહીં બને. અમે કહ્યું હતું કે, રામ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે. મંદિર ત્યાં જ બની ગયું. આજે અમે ફરી કહી રહ્યા છીએ કે, કયામત સુધી બાબરી મસ્જિદ નહીં બને. જે લોકો કયામતના દિવસનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે દિવસ ક્યારેય આવવાનો જ નથી. આ સરકાર જે બોલે છે તે કરી દેખાડે છે અને જેટલું કરે છે તેટલું જ બોલે છે. અમે કહ્યું કે, રામ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે, તેમાં કોઈ શંકા છે?'

કયામતનું સ્વપ્ન જોનારા સડી જશો: CM યોગી

CM યોગીએ આગળ કહ્યું કે, 'જે લોકો કયામતના દિવસ આવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તે આમ જ સડી જશે. તે દિવસ ક્યારેય નથી આવવાનો. તેમના સપનાને આપણે આપણા વારસાનું સન્માન કરીને અને ભારત અને સનાતન ધર્મની આ ભવ્ય પરંપરાને આગળ ધપાવીશું.'

કેસરિયો ધ્વજ ભારતના ગૌરવને આગળ વધારતો રહેશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 25 નવેમ્બરના રોજ અયોધ્યા ધામમાં આવીને સનાતનના પ્રતીક શ્રી રામ મંદિરમાં ભવ્ય કેસરિયા ધ્વજનું આરોહણ કર્યું હતું. આ કેસરિયો ધ્વજ ભારતના આ ગૌરવને હંમેશા આગળ વધારતો રહેશે.

16 કરોડ પરિવારને દર વર્ષે આપવામાં આવી રહ્યું છે પેન્શન

બારાબંકીના કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, ભાજપ કાર્યકરો અને સંત સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ભાજપ સરકારની સિદ્ધિઓનો પણ ગણાવી. તેમણે કહ્યું કે રાજ્યમાં 16 કરોડ પરિવારોને દર વર્ષે પેન્શન આપવામાં આવી રહ્યું છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અને સનાતન ધર્મ એકબીજાના પૂરક છે, બંનેને અલગ કરીને ન રાખી શકાય. સનાતન ધર્મ પર વિશ્વભરમાંથી થઈ રહેલા પ્રહારથી આપણે સતર્ક રહેવું પડશે. કારણ કે જે લોકોને ભારતની પ્રગતિ સારી નથી લાગી રહી, જે લોકોને ભારતનો વિકાસ પસંદ નથી આવી રહ્યો અને જેઓ વિકસિત ભારતની સંકલ્પનાને પચાવી નથી શકતા તેઓ કાવતરાં ઘડી રહ્યા છે. કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે, કેટલાક ષડયંત્રનો શિકાર બની રહ્યા છે, અને કેટલાક પોતાને વેચીને તેના માટે કામ કરી રહ્યા છે. આપણે આ ત્રણ પ્રકારની દુષ્ટ વૃત્તિઓને રોકવા માટે પોતાને તૈયાર કરવા પડશે.

આ સમાચાર શેર કરો