VIDEO: તમેનકાસીમાં કુદરતની રમણીય સુંદરતા
સોર્સ : gstv
તમિલનાડુના દક્ષિણ ભાગમાં આવેલા તેનકાસી જિલ્લાના કલ્લાર વિસ્તારમાં હાલમાં કુદરતી સૌંદર્યનો એક અનોખો નઝારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ ઘાટની તળેટીમાં આવેલા આ જળાશયો અને સમૃદ્ધ હરિયાળી ધરાવતા વિસ્તારમાં રંગબેરંગી પતંગિયાઓ અને વિવિધ પ્રજાતિના જળપક્ષીઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે. અહીં સ્થાનિક પક્ષીઓ ઉપરાંત દૂર-દૂરથી આવતા પ્રવાસી જળપક્ષીઓ પણ કલ્લોલ કરતા નજરે પડે છે. કલ્લારના અનુકૂળ વાતાવરણ, વિપુલ પ્રમાણમાં મળી રહેતા ખોરાક અને શાંત કુદરતી આવાસને કારણે પતંગિયાઓ અને જળપક્ષીઓ માટે આ વિસ્તાર એક ઉત્કૃષ્ટ આશ્રયસ્થાન બની ગયો છે. પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે આ અદ્ભુત દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

