VIDEO: અંકલેશ્વરના જૂના દીવા ગામે કુદરતની મહેર, ખેડૂતો માટે 'તાડના વૃક્ષો' બન્યા કમાણીનું સાધન
સોર્સ : gstv
ક્યારેક કુદરત જ ખેડૂત માટે એવી ભેટ આપી જાય છે કે જ્યાં ઓછા ખર્ચે વધારે આવકનો રસ્તો ખુલી જાય. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં તાડના વૃક્ષો આજે એવી જ કુદરતી સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. તાડના ઊંચા અને જોખમી વૃક્ષો પરથી ફળ ઉતારવાનું કામ સરળ નથી.
અનુભવી કારીગરોને રોજના અંદાજે ૧ હજાર રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે, જ્યારે કટીંગ અને પ્રક્રિયા માટે વધારાનો ખર્ચ થાય છે. છતાં ઓછા રોકાણ અને કુદરતી ઉત્પાદનના કારણે ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. હાલ તાડફળીનો હોલસેલ ભાવ ૧૦૦ નંગ દીઠ આશરે ૪૦૦ રૂપિયા છે. શહેરમાં રિટેલ વેચાણ દરમિયાન એક તાડફળી ૧૦ રૂપિયાથી લઈને ચાર તાડફળી ૫૦ રૂપિયામાં વેચાતી જોવા મળે છે.

