VIDEO: અંકલેશ્વરના ખેડૂતે પડતર જગ્યામાં વાવેલા ઝાડમાં ગુંદાની ખેતી કરી મેળવ્યો મબલક પાક
સોર્સ : GSTV
અંકલેશ્વરના દીવી ગામના પ્રગતિશીલ ખેડૂત રાહુલ વામજાએ ઉનાળાની સીઝનમાં અથાણાં માટે લોકપ્રિય એવા ગુંદાની ખેતી કરી મબલક પાક મેળવ્યો છે. ચાર વર્ષ પૂર્વે ખેતરના શેઢા પર પડતર જગ્યામાં વાવેલા માત્ર ચાર ઝાડ આજે કોઈ પણ પ્રકારની વિશેષ માવજત, ખાતર કે ખર્ચ વગર ફળોથી લચી પડ્યા છે. અથાણાં માટે ખાસ વપરાતા આ મોટા કદના ગુંદાનો એક ઝાડ પરથી અંદાજે 20થી 30 કિલો જેટલો ફાલ ઉતરી રહ્યો છે. હાલ માર્કેટમાં ગુંદાની ભારે માંગ વચ્ચે ખેડૂતને 20 કિલોના 1200થી 1300 રૂપિયા જેટલો ઉંચો ભાવ મળી રહ્યો છે, જ્યારે છૂટક બજારમાં તે 60થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય અને સ્વાદ માટે સર્વોત્તમ ગણાતા ગુંદાની આ ખેતી શૂન્ય ખર્ચે ખેડૂત માટે આશીર્વાદરૂપ અને નફાકારક સાબિત થઈ છે.

