VIDEO: અંકલેશ્વર પોલીસને મળી સફળતા; વડોદરાથી ચોરાયેલું એક્ટિવા રાજપીપળા ચોકડી પાસેથી ઝડપાયું
સોર્સ : GSTV
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે ચેકિંગ હાથ ધરીને ચોરીની એક્ટિવા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ રીતે પસાર થતા સોમા ચુનારા પાસે વાહનના દસ્તાવેજો ન મળતા પોલીસે પોકેટકોપ એપની મદદ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ મોપેડ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનું છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે, જેનાથી વડોદરાના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલ આ મામલે વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે.

