Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Rajya Sabha election showed what the outcome of the Assembly would be; CM Yogi's big claim

રાજ્યસભાની ચૂંટણીએ દર્શાવી દીધું કે વિધાનસભાનું પરિણામ શું આવશે; CM યોગીનો મોટો દાવો

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રાજ્યસભાની ચૂંટણીએ દર્શાવી દીધું કે વિધાનસભાનું પરિણામ શું આવશે; CM યોગીનો મોટો દાવો
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યસભા ચૂંટણીના પરિણામોને લઈને મોટો રાજકીય દાવો કર્યો છે. લખનઉમાં આયોજિત સેવા જ્યોતિ યાત્રા-વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે ગઈકાલે ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીએ દર્શાવી દીધું છે કે વિધાનસભા ચૂંટણીનું પરિણામ શું આવવાનું છે. ત્યારપછી તેમણે કહ્યું કે ‘આ લડાઈ ફરી 80-20 પર આવી ગઈ છે… 80 ટકા એનડીએ (NDA) માં અને 20 ટકા પીડીએ (PDA) માં.’

App Store

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદનને 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપના ચૂંટણી નેરેટિવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના આઠ અને સમાજવાદી પાર્ટીના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવવાનું નક્કી છે. નામ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા પછી આ અંગે સત્તાવાર જાહેરાત થશે.

પીએમ મોદીના જાહેર જીવનના 25 વર્ષનો કર્યો ઉલ્લેખ

સીએમ યોગી આદિત્યનાથે પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષનો ઉલ્લેખ કર્યો. તેમણે આ સફરને ‘ગામથી ગ્લોબલ’ અને ‘જનસેવાથી રાષ્ટ્ર સેવા’ની યાત્રા ગણાવી. સીએમ યોગીએ કહ્યું કે 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા… તે સમયે ગુજરાત કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ મોદીએ રાજ્યની કમાન સંભાળીને તેને દેશ-દુનિયા સમક્ષ એક મૉડલ તરીકે રજૂ કર્યું.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન તરીકે છેલ્લા વર્ષોમાં ભારતને સમર્થ અને સશક્ત રાષ્ટ્ર તરીકે આગળ ધપાવવાનું કામ થયું છે. તેમણે એ પણ જણાવ્યું કે આ એક સંયોગ છે કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે લખનઉના સાંસદ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને આજે નરેન્દ્ર મોદી વારાણસીના સાંસદ તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.

‘વન ડિસ્ટ્રિક્ટ વન માફિયા’થી ‘વન ડિસ્ટ્રિક્ટ વન મેડિકલ કોલેજ’ સુધી

યુપી અંગે વાત કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યની ઓળખમાં પણ મોટો બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે પહેલાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન માફિયા’ દ્વારા અરાજકતાનો માહોલ હતો, જ્યારે હવે ‘વન ડિસ્ટ્રિક્ટ વન મેડિકલ કોલેજ’, ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન ક્વિઝીન’ જેવા અભિયાનોથી રાજ્યની નવી ઓળખ બની રહી છે. ડિજિટલ ઇન્ડિયા, જનધન ખાતા અને DBT નો ઉલ્લેખ કરતાં સીએમ યોગીએ કહ્યું કે સરકારી યોજનાઓના નાણાં સીધા લાભાર્થીઓના ખાતામાં પહોંચી રહ્યા છે.

કાર્યકરોને આપ્યો સેવા જ્યોતિનો ટાસ્ક

સીએમ યોગી આદિત્યનાથે ભાજપના કાર્યકરોને સેવા જ્યોતિને પોતપોતાના વિધાનસભા વિસ્તારો સુધી લઈ જવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ, જનસેવા અને વિકસિત ભારતના સંકલ્પને જનતા સુધી પહોંચાડવામાં આવે. સેવા જ્યોતિ યાત્રા-વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવા સંકલ્પ અભિયાન હેઠળ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન ઘડવામાં આવ્યું છે.