VIDEO: સંસદમાં વિપક્ષનો ભારે હંગામો
સોર્સ : GSTV
દિલ્હીમાં સંસદના ચોમાસું સત્ર દરમિયાન નીટ પેપર લીક મામલે અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતાઓએ કાળા કપડાં પહેરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો છે કે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે સંકળાયેલા ગંભીર મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવાથી ભાગી રહી છે.

